કુતરાના ત્રણ ગલુડિયા કચડી નાખતા રીક્ષા ડ્રાઇવર સામે ગુનો દાખલ

Vadodara : વડોદરાના સયાજી ટાઉનશીપ રોડ પર રહેતા સામાજિક કાર્ય કરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે તે ભારત સરકારના એનિમલ હેલ્પર ઓફ ઇન્ડિયામાં માનદ સેવા આપું છું. ગત 12મી તારીખે મને એક વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે આજવારોડ ચાચા નહેરુ નગર પાસે અમર હોમની સામે એક રિક્ષા ડ્રાઇવર અજય ભરતભાઈ (રહે-મા શક્તિ વુડાનાં મકાનમાં, સયાજી ટાઉનશિપ પાણીની ટાંકી સામે) એ કુતરાના ત્રણ ગલુડિયા કચડી નાખ્યા છે. જેથી હું સ્થળ પર ગયો હતો. રીક્ષા ડ્રાઇવર અજય ઉભો હતો તેણે જણાવ્યું હતું કે હું ચાચા નેહરુ નગર પાસેથી રીક્ષા લઈને જતો હતો ત્યારે રિવર્સ લેતા ગલુડીયા પર રિક્ષા ચડી ગઈ હતી.

