પત્નીને ત્રણવાર તલ્લાક લખી લેટર મોકલનાર પતિ સામે ગુનો દાખલ
Vadodara : વડોદરાના હાથી ખાનામાં રહેતી પરિણીતા સાદીયાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 21-5-2023 ના રોજ મારા લગ્ન ઉશામા આરીફભાઈ વોરા (રહે-તબક્કલ નગર સોસાયટી, ભાલેજ રોડ, આણંદ) સાથે થયા હતા. ત્યારબાદ હું સાસરીમાં રહેવા માટે રહી હતી. લગ્નના છ મહિના પછી મને તાવ આવતા મારા સાસરીવાળાએ બે દિવસ સારવાર કરાવી હતી ત્યારબાદ મારો દિયર મને પિયરમાં મૂકી ગયો હતો. જ્યાં મારી સારવાર ચાલુ હતી હું છેલ્લા 18 મહિનાથી પિયરમાં રહું છું.
શરૂઆતમાં મારા પતિ મારી ખબર અંતર જોવા આવતા હતા પરંતુ છેલ્લા 8 મહિનાથી તેઓ એક પણ વાર આવ્યા નથી. 20 દિવસ પહેલા મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું કે તમારી દીકરી સારી નહીં થાય એટલે હવે આપણે સગા સંબંધીઓને ભેગા કરીને છૂટું કરી દઈએ. આ વાત થયાના ત્રણ ચાર દિવસ બાદ તારીખ 22-4-2025 ના રોજ મારા પિયરના સરનામે મારા પતિએ એક સાથે ત્રણ તલ્લાક સાદીયાને આપું છું ત્રણ વાર તલ્લાક લખેલો લેટર મોકલી આપ્યો હતો.