દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ
એટલો બધો નશો કર્યો હતો કે, વ્યવસ્થિત ઉભો પણ રહી શકતો નહતો
વડોદરા,ફરજ પર દારૃનો નશો કરીને ગયેલા આર.પી.એફ.ના હેડ કોન્સ્ટેબલ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આજે બપોરે ૧૨ વાગ્યે આર.પી.એફ. કંટ્રોલના ઇન્ચાર્જ ઇન્સપેક્ટર વિજયસિંહ પ્રભુદયાલ મીનાએ પ્રતાપનગર પોસ્ટના આર.પી.એફ.ઇન્સપેક્ટર મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકીને કોલ કરીને જાણ કરી હતી કે, સહાયક સુરક્ષા આયુક્ત સાહેબ બોલાવે છે. જેથી, પી.આઇ. એમ.કે. સોલંકી ત્યાં ગયા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ દુર્ગાપ્રસાદ બિસ્તવાર (રહે. સરદાર પટેલ હાઇટ્સ, સમતા પોલીસ ચોકી પાસે, સુભાનપુરા) દારૃનો નશો કરેલી હાલતમાં હતો. તે વ્યવસ્થિત ઉભો રહી શકતો નહતો. જેથી, તેની સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.