Gujarat

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ

By GS TEAM
4 Jan 20261 min read
TukuTouch Logo
વાઘોડિયા રોડ માજીનગર સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન રાયમલભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપે જણાવ્યું હતું કે નિતીન રાજપૂત તથા હની સિંધી નામના વ્યક્તિઓએ મને તથા અન્ય મહિલાઓને સરકાર દ્વારા અઢી હજારની સહાય આપવામાં આવે છે, તેમ જણાવી દાંડિયા બજાર ખાતે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં લઈ ગયા હતા અને ખાતા ખોલાવ્યા હતા. જે બેંક ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી માટે કરવામાં આવે છે જે અંગે પોલીસ તપાસ કરતા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી કુલ 12 શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ

વાઘોડિયા રોડ માજીનગર સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન રાયમલભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપે જણાવ્યું હતું કે નિતીન રાજપૂત તથા હની સિંધી નામના વ્યક્તિઓએ મને તથા અન્ય મહિલાઓને સરકાર દ્વારા અઢી હજારની સહાય આપવામાં આવે છે, તેમ જણાવી દાંડિયા બજાર ખાતે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં લઈ ગયા હતા અને ખાતા ખોલાવ્યા હતા. જે બેંક ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી માટે કરવામાં આવે છે જે અંગે પોલીસ તપાસ કરતા ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી કુલ 12 શંકાસ્પદ એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં નવેમ્બર 2025 તથા ડિસેમ્બર 2025માં કુલ 50.06 લાખ રૂપિયા  ઈન્જેક્ટ થયા હતા જેથી પોલીસે બેંકમાં તથા બેન્ક એકાઉન્ટ ધારકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નીતિન શિવ મંગલ સિંહ ભદોરીયા ઉર્ફે નિતીન રાજપુત રહી જોગણી માતાના મંદિર પાસે વારસિયા તથા હર્ષ રવિભાઈ ગુરુ બક્ષાની ઉર્ફે હની સિંધી (રહે મીરાનગર, હરણી વારસિયા રિંગ રોડ) અલગ અલગ ગ્રાહકોને લઈને બેંકમાં જતા હતા અને બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ તેઓ ગ્રાહકોને અઢી હજાર આપી તેઓ પાસેથી બેંકની આખી કીટ લઇ લેતા હતા.