Get The App

વરઘોડામાં આકાશી ફટાકડા ફોડનાર શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
વરઘોડામાં આકાશી ફટાકડા ફોડનાર શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ 1 - image


ભારત - પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિના પગલે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં વડોદરામાં એક યુવાને લગ્ન પ્રસંગના વરઘોડામાં ફટાકડા ફોડતાં કપુરાઇ પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વરઘોડામાં આકાશી ફટાકડા ફોડનાર શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ 2 - image

ભારત - પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વણસી રહી છે. જેના પગલે વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી વડોદરામાં 15મી મે સુધી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે બીએનએસ-2023ની કલમ 223 મુજબ કાર્યવાહી કરવા નિર્દેશ છે. ત્યારે વડોદરામાં ગતરાત્રે 11:00 વાગ્યે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ એસએસવી શાળાની સામે મહેશનગર ચાર રસ્તા પાસે આવેલ વ્રજ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગના વરઘોડોમાં જેમાં મુકેશ રામઅભિલાષ કનોજીયા (રહે - ગોમતીપુરા ,ગોકુળ નગર ,પાણીની ટાંકી પાસે, ગાજરાવાડી) જાહેરનામાનો ભંગ કરીને આકાશી ફટાકડા ફોડતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Tags :