સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરનાર સામે ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરામાં રહીને મૂળ ઉત્તર ભારતની 22 વર્ષની યુવતી અભ્યાસ કરે છે. પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અભ્યાસની સાથે પ્રોફેશનલ એન્કર, સોશિયલ મીડિયા ઇન્ક્લુએન્સર અને ફ્રીલાન્સ કન્ટેન્ટ ક્રિએટર તરીકેનું પણ કામ કરું છું. સોશિયલ મીડિયા પર મારા 50,000 થી વધુ ફોલોવર્સ છે. હું જેની સાથે કામ કરું છું તે વાત મારા તથા યુવાનના પરિવારજનોને તે પસંદ ન હતી. તેઓ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર મને બદનામ કરવાના વિડીયો અપલોડ કરી મને હેરાન કરે છે અને ઘરે આવીને પણ મારામારી કરી હતી. જેથી મેં તેઓની સામે ત્રણ વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે.
થોડા દિવસ પહેલા અયોધ્યામાં રહેતા મારા ઓળખીતાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે તમારો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક મહિલા એવું બોલે છે કે મેરા પતિ જિસ લડકી કે સાથ કામ કરતા હૈ વો ઉસસે ઉંમર મેં આતી હૈ મેરે પતિ કા કોઈ પતા નહિ હૈ. મુજે ઓર મેરી બચ્ચી કો ધોકા દે કર મેરા પતિ ચલા ગયા હૈ. મેરે પતિ કી એ તીસરી યા ચૌથી સાદી હોગી મગર મેરા અભી તલાક નહીં હુઆ હૈ.. એ વિડિયો શેર કરો. વો લડકી પૈસે કી લાલચ મેં ગલત રિલેશનસીપ મેં મેરે પતિ કે સાથ રહે રહી હૈ. મેરા પતિ નાજાયજ તરીકે સે એક લડકી કે સાથ પૈસે દેકર છુપકે કહી બેઠ ગયા હૈ આપકો કહીં ભી દેખે તો મેરા કોન્ટેક કરના
આ વિડીયો મારી સાથે રહેતા સોશિયલ યુવાનના પત્નીએ વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ વાયરલ થયેલા વીડિયોના પગલે વડોદરા-અમદાવાદ અને સુરતમાં મારો એડવર્ટાઇઝિંગનું કામ ઓછું થઈ ગયું છે અને મને આર્થિક નુકસાન પહોંચાડી બદનામી કરી છે.








