વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ
Vadodara : વડોદરા શહેર નજીકની ખાનગી યુનિવર્સિટીમાં એડવાઈઝર તરીકે નોકરી કરતી 26 વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યો હતો. ત્યારબાદ તે મને સતત એવા મેસેજ કરતો હતો કે, કોલ મી, રીપ્લાય મી, સાંજના સમયે તેણે મને ફોન કરે કહ્યું કે, મેં આપકો જાનતા હું આપ જહાં જોબ કરતે હો ઔર આપકા નામ ભી મુજે પતા હૈ સતત ફોન કરીને મને હેરાન કરતો હતો. તે મને કહેતો હતો કે આપ મુજે હોટલ મે મિલને આવો મેં આપકો ગિફ્ટ દેના ચાહતા હું ઓર આપકો કિસ કરના ચાહતા હું આપકો લોંગ ડ્રાઈવ પે લે જાઉંગા.
તેવું કહીને રાત્રે 9:00 વાગે તેને મને વાઘોડિયા ચોકડી નજીક મળવા બોલાવી હતી. મેં મારા મિત્રોને વાત કરતા તેઓએ છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. અમે બધા વાઘોડિયા ચોકડી પહોંચી ગયા હતા. રાત્રે 10:30 વાગે મને ફોન કરનાર વ્યક્તિ આવ્યો હતો પણ મારા મિત્રોને જોઈને તે ત્યાંથી ભાગી ગયો હતો. બે દિવસ પહેલા તેને મને બીજા નંબર પરથી કોલ કરીને કહ્યું કે આપને મિલેંગે મુજે ગિફ્ટ દેના હૈ મેં આપકે ઘર પે ગિફ્ટ કે ચલા જાઉંગા.