Gujarat

તારા લીધે અમારો વંશવેલો આગળ વધવાનો નથી! પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કરી લેતા ગુનો દાખલ

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
સંતાનમાં દીકરો થવાનો નથી અને અમારો વંશવેલો આગળ વધવાનું નથી મને છૂટાછેડા આપી દે

Summarized by AI; it may make mistakes. Check important info

તારા લીધે અમારો વંશવેલો આગળ વધવાનો નથી! પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કરી લેતા ગુનો દાખલ

Vadodara : સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે રહેતા શ્રમજીવી રાજેશભાઈ ભાઈલાલભાઈ સોલંકી બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી નાની દીકરી દક્ષા( ઉંમર વર્ષ 40)ના લગ્ન મે-2002માં આજવા રોડ કમલા નગર પાસે ઓમ સાંઈ રેસીડેન્સીમાં રહેતા મહેશભાઈ ઠાકોરભાઈ સોલંકી સાથે થયા હતા. દક્ષાને પાણીગેટ વોર્ડમાં હંગામી ધોરણે સાફ-સફાઈ નહીં નોકરી પર રાખી હતી તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. છેલ્લા પાંચ વર્ષથી મારી દીકરી દક્ષા વાર-તહેવારે તેની દીકરીઓને લઈને અમારા ઘરે ખબર અંતર પૂછવા આવતી હતી.

ત્યારે તે જણાવતી હતી કે મારે સંતાનમાં ફક્ત ત્રણ છોકરીઓ છે અને છોકરો નથી જમનાભાઈ હોસ્પિટલના ડોક્ટરે પણ મને હવે કોઈ સંતાન થશે નહીં તેમ જણાવવું હોવાથી મારા પતિ અવાર-નવાર મારી સાથે બોલાચાલી કરે છે. અને કહે છે કે હવે સંતાનનો છોકરો થવાનો નથી અને મારો વંશવેલો આગળ વધવાનું નથી મારે બીજા લગ્ન કરવા છે. તેમજ મારા પર ખોટો વહેમ રાખે ઝઘડાઓ કરે છે પરંતુ અમે અમારી દીકરીને સમજાવીને ઘરે પરત મોકલી દેતા હતા. ઘણીવાર મારા જમાઈ મારી દીકરી અને પૌત્રીઓને ઝઘડો કરી રાત્રે ઘરની બહાર કાઢી મૂકતા હતા ત્યારે મારી દીકરી મારા દીકરાના ઘરે જતી રહેતી હતી અને મારો દીકરો નિતીન તેને સમજાવીને પરત સાસરીમાં મૂકી આવતો હતો. ઘર સંસારનો બગડે તે માટે મારી દીકરી મૂંગા મોઢે બધો ત્રાસ સહન કરતી હતી. અવારનવારના ત્રાસથી કંટાળીને મારી દીકરીએ આપઘાત કરી લીધો હતો.