Get The App

જેલમાં મોબાઈલ ફોન વાપરતા ચાર કેદીઓ સામે ગુનો દાખલ

Updated: Sep 17th, 2023

GS TEAM


Google News
Google News
જેલમાં મોબાઈલ ફોન વાપરતા ચાર કેદીઓ સામે ગુનો દાખલ 1 - image


વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

ઝડતી સ્કવોડ દ્વારા જેલમાં વિઝીટ દરમિયાન બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે અંગે ચાર કેદીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ચોરી ચૂકી થી ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતીના આધારે જેલ સુપ્રીટેન્ડેન્ટ એમએ ચૌધરીની સૂચના મુજબ જડતી સ્કવોડ ના કર્મચારીઓ અવારનવાર જેલમાં તપાસ કરતા હોય છે ગઈકાલે તેઓ જેલમાં તપાસ કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન યાર્ડ નંબર 1 માં જતા શૌચાલયની બાજુમાં ખૂણામાં ઉભો રહીને કાચા કામનો કેદી ફૈઝલ અયુબભાઈ ઘાંચી ફોન પર વાતચીત કરતો હતો. ઝડતી સ્કોડને જોઈને તેને મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. જડતી સ્કોડને સ્થળ પરથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે બાબતે ફેજલ ઘાંચીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હું તથા અન્ય કેદીઓ અલ્પેશ ભીખાભાઈ માછી તથા ઇસ્માઈલ પીન્ટુ ઈબ્રાહીમભાઇ ખોખર તથા અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી મોબાઈલ ફોન વાપરતા હતા. 

Tags :