Get The App

વિજાપુરની શાળામાં સીરિઝ લગાવતા સમયે લાગ્યો કરંટ, ધો.9ના વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલ સહિત 4 સામે ફરિયાદ

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
વિજાપુરની શાળામાં સીરિઝ લગાવતા સમયે લાગ્યો કરંટ, ધો.9ના વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલ સહિત 4 સામે ફરિયાદ 1 - image


Vijapur School Student Death : મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સીરિઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે વિજાપુર પોલીસે એક પ્રિન્સિપાલ, બે શિક્ષક અને એક સિક્યુરિટી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ

મળતી માહિતી મુજબ, વિજાપુરની સેન્ટ જોસેફ વિજાપુર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ગરબા હોવાથી શાળાને સજાવવામાં આવી રહી હતી. જેમાં શાળામાં સીરિઝ લગાવી વખતે ત્રણ બાળકો અને બે કારીગરને કરંટ લાગ્યો હતો. આ પછી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં ધોરણ-9ના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો : માંગરોળ દુષ્કર્મ કેસ : નરાધમોને ભાગતા જોઈને સુરત પોલીસે કર્યું ફાયરિંગ, બેની ધરપકડ, એક ફરાર

જ્યારે એક કારીગર અને બે બાળકો ઉમિયા સર્જીકલ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે, જયારે અન્ય એક કારીગર યશ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે. મૃતક વિદ્યાર્થીનું નામ આર્યરાજસિંહ ઉપેન્દ્રસિંહ સિસોદિયા અને સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. 

Tags :