દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત ૯ સામે કેસ
પીસીબી, ડીસીબી અને એસઓજીની ટીમે કુલ ૧૯ સ્થળે રેડ કરી હતી
વડોદરા,પીસીબી,ડીસીબી તથા એસ.ઓ.જી.ની ટીમે શહેરમાં શહેરમાં અલગ - અલગ ૧૯ સ્થળે રેડ કરીને દેશી દારૃની ભઠ્ઠી તથા દેશી દારૃના ૯ કેસ કર્યા છે.
શહેરમાં દેશી દારૃ વેચતા તેમજ શહેરના છેવાડાના વિસ્તારોમાં દેશી દારૃની ભઠ્ઠીના કેસ શોધવા માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ ત્રણેય બ્રાંચે ટીમ બનાવીને કુલ ૧૯ સ્થળે રેડ પાડી હતી. દારૃની ભઠ્ઠી ચલાવતા કૈલાસબેન પ્રભાતસિંહ ગોહિલ , ઉર્મીલાબેન રમેશભાઇ ગોહિલ ( બંને રહે. અનગઢ ગામ), ચંદાબેન ઓમબહાદુર થાપા, દેશી દારૃ રાખનાર રામસીંગ ઓમબહાદુર થાપા ( બંને રહે. માળી મહોલ્લો, સમા ગામ), ભઠ્ઠી ચલાવતો વિજય કાળીદાસ માળી (રહે. ઘનશ્યામ રેસિડેન્સીની બાજુમાં, વડસર ગામ), સંજય ઉદેસિંગભાઇ ઠાકોર (રહે. ભાલીયાપુરા ગામ,વડોદરા), દેશી દારૃ રાખનાર શિવાભાઇ જીવાભાઇ ઠાકોર તથા હેતલબેન જ્યંતિભાઇ વસાવા ( બંને રહે. બિલ ગામ), દારૃની ભઠ્ઠી ચલાવતા પુજીબેન રામસીંગભાઇ માળી (રહે. પદમલા ગામ) ની સામે ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.