Gujarat

વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ

By GS TEAM
9 Oct 20251 min read
વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ

વડોદરાઃ વડોદરા બસ ડેપો પરથી પોલીસે આજે ગાંજો ભરેલી બે બેગ સાથે એક કેરિયરને ઝડપી પાડી સપ્લાયર અને મંગાવનારની તપાસ હાથ ધરી છે.

ઓરિસ્સાના બોલગીર જિલ્લાના છંછેડા ખાતે રહેતો શંકર સરધા રના નામનો ૨૧ વર્ષીય યુવક ખાનગી નોકરી કરતો હોવાની પોલીસને માહિતી મળી છે.ગાંજાની ડિલિવરી  માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુરત મોકલવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

સુરતના મોસાલી ગામે જવા માટે વડોદરા બસ ડેપો પર બસની રાહ જોતા યુવકને સયાજીગંજ પોલીસની ટીમે તપાસતાં તેની પાસેની બે બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો.

જેથી પીઆઇ ઝેડ એન ધાંસુરાએ વધુ તપાસ કરતાં ૮ કિલો ૧૯૬ ગ્રામ ગાંજો (રૃ.૮૩ હજાર)સુબ્રતાનાગ નામની  વ્યક્તિએ સુરત મોકલવા માટે આપ્યો હોવાની અને મોસાલી ગામે મહંમદ અકરમ યાકુબભાઇ મલેકને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા કેરિયરના મોબાઇલની કોલ્સ ડીટેલ પણ તપાસવામાં આવી રહી છે.