Gujarat
વડોદરાના ખાસવાડી સ્મશાન પાસેથી રિવોલવર સાથે કેરિયર પકડાયો
By GS TEAM
19 Jun 20251 min read

વડોદરાઃ શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી તાજેતરમાં એક એસટી બસમાં લવાયેલી રિવોલવર સાથે એક યુવક પકડાયાના બનાવ બાદ હવે કારેલીબાગ પોલીસે પણ એક રિવોલવર સાથે યુવકને ઝડપી પાડ્યો છે.
ખાસવાડી સ્મશાન ગૃહ પાસેથી કારેલીબાગ પોલીસની ટીમે ખભે બેગ લટકાવી પસાર થતા સુનિર રમણભાઇ સોલંકી(ભાથુજી મંદિર પાસે,કંડાચ ગામ,કાલોલ,પંચમહાલ)ને તપાસતાં અંદરથી એક દેશી રિવોલવર મળી આવી હતી.જેથી પીઆઇ એચ એમ વ્યાસે રિવોલવર સાથે રાખવાનું કારણ શું,રિવોલવર ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાની છે જેવા મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.









