Gujarat

ગોત્રી વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે કેરિયર પકડાયો,સપ્લાયરની તપાસ

By GS TEAM
26 Nov 20251 min read
ગોત્રી વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે કેરિયર પકડાયો,સપ્લાયરની તપાસ

વડોદરાઃ વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે ઝુંબેશ જારી રાખી છે અને વધુ એક કેસ કરી ગોત્રીમાંથી એમડી ડ્રગ્સ સાથે એક કેરિયરને ઝડપી પાડયો છે.

ગોત્રીના મકરંદ દેસાઇ રોડથી નિલામ્બર સર્કલ તરફ ડ્રગ્સની હેરાફેરી કરતા એજન્ટની માહિતી મળતાં ગોત્રીના પીઆઇ આરએન પટેલે ટીમ ગોઠવી શકમંદોની તપાસ કરી હતી.જે દરમિયાન પોલીસને જોઇ ગભરાઇ ગયેલા એક યુવક પર શંકા જતાં તેની તપાસ કરવામાં આવી હતી.

પીયુષ દિપકભાઇ સોલંકી(અકોટા, રામ પુરા વુડાના મકાનમાં) નામના ૨૦ વર્ષીય યુવક પાસેથી રૃ.૩૫૮૫૦ ની કિંમતનું ૧૧.૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ મળતાં પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મોકલ્યું અને ક્યાં લઇ જવાનું હતું, કેટલા વખતથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે વગેરે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે,છેલ્લા  બાર દિવસમાં વડોદરા પોલીસ દ્વારા ચરસ,ગાંજા અને એમડી ડ્રગ્સના છ કેસ કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા  સ્કૂલોમાં ડ્રગ્સ માટે અવેરનેસ કાર્યક્રમો  પણ કરવામાં આવી રહ્યા છે.