Get The App

નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ 1 - image

વડોદરાઃ નાગરવાડા વિસ્તારમાં ગાંજો વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી ગાંજો આપનાર સપ્લાયરની તપાસ હાથ ધરી છે

નાગરવાડા વિદ્યાનંદજી ચોક નજીક એક શખ્સ ગાંજો વેચી રહ્યો હોવાની વિગતો મળતાં કારેલીબાગ પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન તેનું નામ જેઠા  પરમાનંદ મંગતાણી (ગોલવાડ, નવીધરતી) હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે તેની પાસે રૃ.૧૧૦૦ની કિંમતનો ૨૨ ગ્રામ ગાંજો,વેચાણના રોકડા રૃ.૪૯૦ અને મોબાઇલ કબજે કર્યા હતા.પૂછપરછ દરમિયાન પાણીગેટનો સલીમ ગાંજો આપી જતો હોવાની વિગતો ખૂલી હતી.