કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં ડભોઇ રોડ ઉપર આવેલ કાન્હા હાઈટ્સમાં કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાં લાકડાના કબાટના લોક તોડી રૂ.1.39 લાખ ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયાની શંકાએ ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોમા તળાવમાં ડભોઇ રોડ ખાતે આવેલ કાન્હા હાઈટ્સ 01માં રહેતા ગીતાબેન યોગેશભાઈ પંચાલના પતિ અકસ્માત બાદ યાદશક્તિ ગુમાવી દેતા હાલ પથારીવશ છે. જેથી તેમના પતિની સારસંભાળ માટે કેરટેકર તરીકે છેલ્લા નવ મહિનાથી સતિષભાઈ વાણંદને રાખ્યા હતા. ગીતાબેનનું ફરિયાદમાં કહેવું હતું કે, હું કામથી બહાર જવું ત્યારે સતિષભાઈને ના પાડવા છતાં મકાનનો મુખ્ય દરવાજો અંદરથી લોક રાખતા હતા. જેથી તેમને સતિષભાઈ ઉપર શંકા જતા ગઈ તા.15 સપ્ટેમ્બરના રોજ બેડરૂમમાં લાકડાના કબાટનું લોક તૂટેલું હતું અને તેમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાની તપાસ કરતા તે મળી આવ્યા ન હતા. જે કબાટમાં 1,39,800ની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા. જેમાં સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ અને ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. ગીતાબેનનું વધુમાં કહેવું હતું કે, અમારા મકાનમાં સતિષભાઈ વાળંદ સિવાય બીજું કોઈ આવ્યું નથી. અને કબાટની ચાવી બેડરૂમમાં જ હતી. જેથી સતીષ વાળંદ આ ઘરેણા ચોરી ગયો હોવાની શંકા છે. આ ફરિયાદના આધારે પોલીસે સતીશ વાણંદ વિરુદ્ધ નોકર ચોરીની ધારા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.









