- સાયલાના હડાળા ગામ નજીક
- હડાળા ગામના રાહદારી યુવકના મોતથી પરિવારમાં શોક : પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી
સાયલા : અમદાવાદ-રાજકોટ હાઇવે પર હડાળા બોર્ડ પાસે 'પોલીસ' લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હડાળા ગામના રાહદારી યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા તાલુકાના હડાળા બોર્ડ પાસે 'પોલીસ' લખેલી (જીજે-૦૧-૪૦૬૦) કારે એક કાર અને રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા યુવાન મહેશભાઈ ભીખાભાઈ સોઢા (ઉં.વ. આશરે ૩૨, રહે હડાળા)ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે હાઇવે પર રાત્રીના સમયે ટ્રાફિકજામ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલ મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


