Get The App

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર 1 - image

Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પેસેન્જર તરીકે કારમાં બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર ઉઠાવી ગયો હોવાનું બદલો બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સાવલીના અમીરપુરા ખાતે રહેતા ગજેન્દ્રસિંહ ચૌહાણે પોલીસને કહ્યું છે કે, મારી પાસે ઈકો કાર છે જે વાન મેં મારા ભાઈને પેસેન્જરને લાવવા લઈ જવા માટે કરવા સોંપી છે. ગઈતા આઠમીએ મારો ભાઈ વિરેન્દ્ર નિઝામપુરામાં હતો ત્યારે રાહુલ વસાવા નામનો એક યુવક પેસેન્જર તરીકે કારમાં બેઠો હતો.

રાહુલે રૂ.1200 ભાડું નક્કી કર્યું હતું અને કાયાવરોહણ લઈ ગયો હતો. ત્યાં તેનાં મકાનમાં તે કોઈ દસ્તાવેજ શોધવા ગયો હતો અને થોડીવારમાં પરત થયો હતો. ત્યારબાદ અમે ફતેગંજમાં ચા પીધી હતી. 

ગજેન્દ્રસિંહે કહ્યું છે કે, રાહુલ વસાવાએ મારી પાસે કાર ચલાવવા માટે લીધી હતી. રાત્રે 11:30 વાગ્યાના અરસામાં તેણે બ્રિજ પાસે કાર ઉભી રાખી મારા ભાઈને પડીકી લેવા મોકલ્યો હતો અને ત્યારબાદ તે કાર લઈને ફરાર થઈ ગયો હતો‌ જેથી ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.