Get The App

અડાજણ પાટીયા ખાતે બ્રિજ પર દોડતી કારમાં આગ લાગતા ભડભડ સળગી

Updated: Jan 9th, 2024

GS TEAM


Google News
Google News
અડાજણ પાટીયા ખાતે બ્રિજ પર દોડતી કારમાં આગ લાગતા ભડભડ સળગી 1 - image


- પુણા સારોલી ખાતે પાર્ક કરેલી ટ્રકમાં આગ લાગી

સુરત :

અડાજણ પાટીયા ખાતે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર સોમવારે રાત્રે ચાલતી કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.જોકે કારમાં બેઠેલા  વ્યકિતઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. જયારે બીજા બનાવમાં પુણા સારલી રોડ પાર્ક કરેલી ટ્રકમાં આગ લાગતા નાસભાગ થઇ ગઇ હતી.

ફાયરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાટીયા ખાતે ચંદ્રશેખર આઝાદ પર સોમવારે રાત્રે વેડ દરવાજાથી અડાજણ તરફ એક કારમાં પટેલ પરિવારના ચાર જેટલા સભ્યો બેસીને જવા નીકળ્યા હતા. ત્યારે બ્રિજ ઉપર અચાનક જ કારમાં આગ ભડકી ઉઠી હતી.જોકે કારમાં આગ લાગવા અંગે અંદર બેઠેલા સભ્યોને ખબર સુધ્ધા નહીં હતી. પણ અને અન્ય વાહન ચાલકોની નજર પડતા તેઓએ આ અંગે જાણ કરતા તરત કાર ચાલકે સાઇડમાં ઉભી રાખી હતી. જેથી પરિવારજનો તરત નીચે ઉતરી ગયા હતા. બાદમાં કાર ભડભડ સળગવા લાગી હતી. જોકે કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચ્યા હતા. પણ બ્રિજ પર ટ્રાફિક જામ હોવાથી ફાયરની ગાડી ત્યાં પહોચતા સમય લાગતા હતોે. જેથી ફાયર ઓફિસર દિપક સપકાલે ત્યાંથી પસાર થતા બાઇકની પાછળ બેસી ફાયર એસ્ટીંગ્યુસર લઇને રોગ સાઇડ ત્યાં પહોચીને આગ બુઝાવી હતી. બાદમાં ફાયરજવાનો ત્યાં થોડા સમયમાં આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી હતી.

બીજા બનાવમાં પુણા સારોલી ખાતે બી.આર.ટી.એસ જંકશન પાસે પાર્ક કરેલી ટ્રકમાં સાડીમાં ઉપયોગ થતી નાઇલોન અને ફિલામીન ભરેલુ હતુ. જોકે આજે મંગળવારે સવારે આ ટ્રકના કેબીનમાં કોઇ કારમસર આગ ભડકી ઉઠી હતી. જેથી ત્યાં નાસભાગ થઇ જવા પામી હતી. જોકે કોલ મળતા ફાયર લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી થોડા જ સમયમાં આગ ઓલવી લીધી હતી .જોકે સમયસર કાબુ મેળવતા ટ્રકમાં મુકેલો માલસામાન બચાવી લીધો હતો. જોકે આગના લીધે ટ્રકની કેબીનમાં નુકશાન થયુ હતુ. એવુ ફાયર ઓફિસર ભુપેન્દ્ર રાજે કહ્યુ હતું.

Tags :