Gujarat

માલવણ ગોચરમાંથી રૂા. 2.70 લાખની દારૂ ભરેલી કાર ઝડપાઈ

By GS TEAM
21 Jun 20251 min read
માલવણ ગોચરમાંથી રૂા. 2.70 લાખની દારૂ ભરેલી કાર ઝડપાઈ

- ચાલક ફરાર, બાજુમાં બેઠેલો શખ્સ ઝડપાયો

- 1224 બિયરના ટીન, કાર સહિતનો રૂા. 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂદ્ધ ગુનો

કઠલાલ : માલવણ ગોચરમાંથી રૂા. ૨.૭૦ લાખનો દારૂ ભરેલી કાર કઠલાલ સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડી હતી. ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ થયો હતો જ્યારે સાથે બેઠેલો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે રૂા. ૭.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કઠલાલ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર કઠલાલ ચોકડી તરફથી ગાડીમાં દારૂ ભરી ખલાલ ચેક પોસ્ટ તરફ આવવાનો હતો. ત્યારે ખલાલ ચેક પોસ્ટ ખાતે ગાડી રોકવા જતા ચાલકે અપ્રુજી રોડ તરફ ગાડી હંકારી દીધી હતી. 

માલવણ મારકડેશ્વર મહાદેવ તરફ જતાં રસ્તો પુરો થતા ચાલકે માલવણ ગોચરમાં ગાડી મૂકી વાત્રક નદીના કોતરમાંથી નાસી ગયો હતો. 

જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સંજયભાઇ રમણભાઇ ડાભી રહે.કાકરખાડ, વેજલીયા સીમ વિસ્તાર તા.કઠલાલવાળો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ગાડીમાંથી ૧,૨૨૪ બિયરના ટીન જેની કિંમત રૂા. ૨,૬૯,૨૮૦ તથા ગાડી મળીને કુલ રૂા. ૭.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે ફરાર ગાડીના ચાલક અને ઝડપાયેલા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.