બાવળા હાઇવે પરથી રૃ.1.80 લાખનો દારૃ ભરેલી કાર ઝડપાઈ
દારૃ, કાર સહિત રૃ.૬.૯૩
લાખનો મુદ્દામાલ જપ્ત
દારૃ-બિયરના
જથ્થા સાથે લીંબડી, સાયલા અને બાવળા પંથકના બુટલેગર ઝડપાયા
બગોદરા -
બાવળા નજીક મેલડી માતાના મંદિર પાસેથી રૃ.૧.૮૦ લાખના
દારૃ-બિયર ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસે દારૃના જથ્થા સાથે લીંબડી, સાયલા અને બાવળા પંથકના બુટલેગર ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છે.
બાવળા
પોલીસને બાતમી મળી હતી કે સાણંદ-બાવળા રોડ પરથી એક ક્રેટા કાર પસાર થવાની છે અને
જેમાં વિદેશી દારૃ ભરેલો છે. જેના આધારે સાણંદ-બાવળા રોડ પર મેલડી માતાના મંદિર
પાસે બાવળા પોલીસે બાતમી વાળી કાર પસાર થતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી
દારૃ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની ટીમે દારૃ-બિયરની ૧૨૭૫ બોટલ (કિં.રૃ.૧,૮૦,૬૨૫) અને કાર (કિં.રૃ.પાંચ લાખ) એમ કુલ ૬,૯૩,૫૨૫ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગર પ્રભુભાઈ ધુડાભાઈ મેણીયા
(કોળી પટેલ )(રહે. નટવરગઢ સ્વામિનારાયણ મંદિરની શેરી, લીંમડી),
ઘનશ્યામભાઈ ગોબરભાઇ દોદરિયા (રહે.મઢાદ,તા.સાયલા)
અને અલ્પેશભાઈ દલપતજી ઠાકોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.