કાયાવરોહણ - ખાનપુર ચોકડી નજીકથી દારૃ ભરેલી કાર પકડાઇ

વડોદરા,કાયાવરોહણ - ખાનપુર ચોકડી નજીકથી ગ્રામ્ય પોલીસે દારૃ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે ૨.૯૦ લાખનો દારૃ કબજે કર્યો છે.
જિલ્લા એલ.સી.બી.ની ટીમ વહેલી સવારથી ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનની કામગીરીમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, દારૃ ભરેલી એક સફેદ કલરની કાર કાયાવરોહણથી ખાનપુર ચોકડી થઇ વડોદરા તરફ જવાની છે. જેથી, પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસને જોઇને દારૃ ભરેલી કાર છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો. જ્યારે ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલો દિનેશ તેલીયાભાઇ ભીલ (રહે.બોરચાપડા, સીંબોડા ફળિયું, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર) મળી આવ્યો હતો. કારમાંથી દારૃની ૧,૦૭૧ બોટલ કિંમત રૃપિયા ૨.૯૦ લાખની મળી આવી હતી. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃ ભરેલી કાર છોડીને ભાગી જનાર અરવિંદભાઇ કમસિંગભાઇ ભીલ (રહે.બોરચાપડા) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.









