બોડી રોઝી સીમમાં 90 હજારનો દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
- રિવર્સ હંકારી કાર મૂકી ચાલક ફરાર
- 150 લિટર દેશી દારૂ, કાર સહિત રૂા. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
નડિયાદ : બોડી રોઝી સીમમાંથી કારમાંથી રૂા. ૯૦ હજારનો ૧૫૦ લિટર દેશી દારૂનો જથ્થો ખેડા એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. રૂા. ૨.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી ખેડા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કારમાં દેશી દારૂ ભરી બોડી રોઝીથી અમદાવાદ લઈ જવાતો હતો. પોલીસે બોડી રોજી સીમમાં વોચ ગોઠવી ગાડી આવતા ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે રિવર્સ હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલ દેશી દારૂ ૧૫૦ લીટર કિંમત રૂપિયા ૯૦ હજારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની ગાડી મળી રૂા. ૨.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.