અરેરા બ્રિજ પાસે 660 લિટર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર
- 2 શખ્સોની અટકાયત : દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત 4 વિરૂદ્ધ ગુનો
નડિયાદ ગ્રામ્ય પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન આણંદ તરફથી એક કાર દેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જનાર હતી. જેથી પોલીસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અરેરા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન આણંદ તરફથી આવેલી ગાડી આવતા તેને ઉભી રાખી ગાડીના ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલ ઈસમની પૂછપરછ કરતા પંકજ કસ્તુરી લાલ ગુલાટી પંજાબી રહે. હાટકેશ્વર અમદાવાદ તેમજ મનોજ રામકિશન કુરીલ રહે. રામદેવ નગર છાપરામાં, હાટકેશ્વર અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. દેશી દારૂ ટીનાભાઇ રહે .મોગર, આણંદ તેમજ પ્રકાશ ઉર્ફે પકો ચકલાસી ભાગોલ, નડિયાદ એ ભરી આપ્યો હતો અને પારસ જૈન રહે. અમરાઈવાડી અમદાવાદએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંને પાસેથી મોબાઇલ નં.૨ કિંમત રૂ.૧૦,૦૦૦ તેમજ ગાડીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ નંગ ૨૨,૬૬૦ લિટર દેશી દારૂ કિંમત રૂ.૧,૩૨,૦૦૦નો મળી આવ્યો હતો.
તેથી પોલીસે દેશી દારૂ તેમજ રૂ. પાંચ લાખની ગાડી મળી કુલ રૂ.૬,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ૫ ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.