Gujarat

વડોદરામાં ઓવરસ્પીડિંગનો વધુ એક કેસઃડિવાઇડર કૂદીને કારે ફૂડ ડિલિવરી બોયને અડફેટમાં લીધો

By GS TEAM
23 Jun 20251 min read
વડોદરામાં ઓવરસ્પીડિંગનો વધુ એક કેસઃડિવાઇડર કૂદીને કારે ફૂડ ડિલિવરી બોયને અડફેટમાં લીધો

 વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં પૂરઝડપે દોડી આવેલી કારના ચાલકે ફૂડ ડિલિવરી બોયને અડફેટમાં લેતાં લક્ષ્મીપુરા પોલીસે કાર ચાલક સામે ઓવરસ્પીડિંગનો ગુનો નોંધ્યો છે.

ગોત્રીના કૃણાલ ચારરસ્તા પાસે ગઇકાલે બપોરે પોલીસ પસાર થઇ રહી હતી ત્યારે ટોળું જામેલું હતું અને એક બાઇક તેમજ ફોર્ચ્યુનર કાર ત્યાં પડેલા હતા.જ્યારે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તપાસ કરતાં પૂરઝડપે ધસી આવેલી કારે ડિવાઇડર કૂદાવી બાઇક સવારને અડફેટમાં લીધો હોવાની વિગતો ખૂલી હતી. પરંતુ તેમની વચ્ચે સમાધાન થઇ ગયું હોવાથી પોલીસે કાર ચાલક ભૈરવ જયંતભાઇ પટેલ (નારાયણગાર્ડન,ગોત્રી) વિરૃધ્ધ ઓવર સ્પીડિંગનો ગુનો નોંધ્યો છે.