જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ટેસ્ટ ડ્રાઈવ માટેની કાર પલટી મારી રોડથી નીચે ઉતરી, બે વ્યક્તિને ઈજા
Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક ગઈ કાલે રાત્રે મહિન્દ્રા શોરૂમની ટેસ્ટ ડ્રાઈવ માટેની એક કાર કે જે ફૂલ સ્પીડમાં આવ્યા બાદ તેના ચાલકની બેદરકારીના કારણે અકસ્માતે રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને ઊંધા માથે થઈ હતી.
જે અકસ્માતમાં કારની અંદર બેઠેલા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા. આસપાસના વિસ્તારના લોકોએ એકત્ર થઈને 108 ની ટુકડીને બોલાવી હતી, અને બંને ઇજાગ્રસ્ત યુવાનોને કારમાંથી બહાર કાઢી લઈ, પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને આ અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.