Get The App

ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા 1 - image


- બગોદરા- બાવળા હાઈવે ઉપર રામનગર પાટિયા પાસે

- ચોટીલા મંદિર પૂનમ ભરીને જતા અકસ્માતમાં સોલા અને સરખેજના બે યુવકોના મૃત્યુ થયા

બગોદરા : બગોદરા બાવળા હાઈવે પર રામનગર ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટતા કાર પલટી મારીને પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

અમદાવાદના ઓગણજ વિસ્તારના ચાર લોકો કારમાં ચોટીલા મંદિરે પૂનમ ભરવા ગયા હતા. પરત ફરતી વખતે બાવળા નજીક તેમની કારનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીને પલટી ગઈ અને પાણીથી ભરેલા ખાડામાં પડી હતી. 

?અકસ્માતમાં કારમાં સવાર બે યુવકો નિધેશ અરવિંદભાઈ સોલંકી (ઉંમર ૨૦, રહે. સોલા, અમદાવાદ) અને વિરલ અરજણભાઈ નંદાણીયા (ઉંમર ૨૨, રહે. સરખેજ, અમદાવાદ)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

?અકસ્માતની જાણ થતાં જ બાવળા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત અજયભાઈ સુરેશભાઈ મિી (ઉંમર ૧૯) અને ગૌરીબેન સુરેશભાઈ (ઉંમર ૬૨)ને તાત્કાલિક બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :