Gujarat

વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ચાર વર્ષ પહેલાં ફતેગંજ રોડ પર બનેલા ગંભીર માર્ગ અકસ્માત કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. એકટીવા સવાર દંપતિ અને તેમના 11 વર્ષના પુત્રને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કરનાર કારચાલક ઉદય નામદેવ ભૂવીરને અદાલતે દોષિત ઠેરવી બે વર્ષની કેદ તથા રૂ.1,000 દંડની સજા ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતિ અને પુત્રને ગંભીર ઇજા પહોંચાડનાર કારચાલકને બે વર્ષની કેદ

Vadodara Accident : વડોદરા શહેરમાં ચાર વર્ષ પહેલાં ફતેગંજ રોડ પર બનેલા ગંભીર માર્ગ અકસ્માત કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. એકટીવા સવાર દંપતિ અને તેમના 11 વર્ષના પુત્રને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કરનાર કારચાલક ઉદય નામદેવ ભૂવીરને અદાલતે દોષિત ઠેરવી બે વર્ષની કેદ તથા રૂ.1,000 દંડની સજા ફટકારી છે.

ડિસેમ્બર 2021માં કિંજલ પટેલ પત્ની રોમાબેન અને 11 વર્ષના પુત્ર હિરાન સાથે એકટીવા પર આણંદથી વડોદરાના અક્ષરચોક ખાતે ઘરે જઇ રહ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે ફતેગંજ રોડ પર તેમની એકટીવાને પાછળથી ફૂલ સ્પીડે આવેલી કારએ જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કરમાં કિંજલ પટેલને પાસળી તથા થાપાના ભાગે ફ્રેક્ચર, પત્ની રોમાબેનને બંને પગે ઈજા, જ્યારે પુત્ર હિરાનને માથા અને કમરના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. તબીબી રિપોર્ટ મુજબ, હિરાનને કમરથી નીચેના ભાગમાં પેરાલીસીસ થઈ ગયેલ હોવાથી તે જીવનભર ચાલવા અથવા ઉભા રહેવા સક્ષમ નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ અકસ્માત બાદ ફતેગંજ પોલીસે કારચાલક ઉદય નામદેવ ભૂવીર (રહે. રાજલક્ષ્મી પાર્ક સોસાયટી, અભિલાષા ચાર રસ્તા, ન્યુ સમારોડ) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિન્દ્રગીરી બાબુગીરી ગોસાઈએ કહ્યું કે, આ પ્રકારના અકસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો આવા ગુનાઓને પ્રોત્સાહન મળશે. સમાજમાં યોગ્ય દાખલો બેસે તે માટે કડક સજા જરૂરી છે. તેથી અદાલતે આરોપીને IPC કલમ 338 હેઠળ કસુરવાર ઠેરવી બે વર્ષની કેદની સજા તથા રૂ.1,000ના દંડની સજા ફટકારવાનો આદેશ આપ્યો હતો.