જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરમાં વિનાયક પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નરશીભાઈ હીરાભાઈ સરવૈયા નામનો 28 વર્ષનો શ્રમિક યુવાન ગત 2-12-2025 ના રોજ સવારે 7.30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન રામેશ્વર નગરની ગોળાઈ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 14 ઝેડ 2312 નંબરની કારના ચાલકે તેને હડફેટમાં લઈ લેતાં પગ ભાંગ્યો હતો, અને ફ્રેક્ચર સહિત ઇજા થઈ હતી.
ઉપરાંત તેને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પગ ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત યુવાન નરશીભાઈ સરવૈયાએ કારના ચાલક સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલકની શોધ ખોળ હાથ ધરી છે.









