ભાવનગરમાં કાર ચાલક રિક્ષાને ટક્કર મારી ફરાર, 1 મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત
પ્રતિકાત્મક તસવીર |
Accident Incident In Bhavnagar : ગુજરાતના ભાવનગરના કૂંડામાં કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતના બનાવને લઈને પોલીસે ફરાર કાર ચાલક વિરૂદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત
ભાવનગરના કૂંડામાં રતનપુર પાટી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક મહિલાનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને પગલે લોકોને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યારે અકસ્માતને લઈને પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.