Get The App

વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં કોઠી ત્રણ રસ્તા પાસે કારચાલકની તબિયત લથડતાં ત્રણ વાહનને અડફેટમાં લીધા, બે ઘાયલ 1 - image

Vadodara Accident : વડોદરાના કોઠી ત્રણ રસ્તા પાસે એક કાર ચાલકની તબિયત લથડતા બે થી ત્રણ વાહનને અડફેટમાં લીધા હતા.

કોઠી ત્રણ રસ્તા પાસે વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે આજે બપોરે 1 વાગ્યાના અરસામાં ગેલ રોડ તરફથી આવેલી એક કારના ચાલકની એકાએક તબિયત લથડતા સ્ટિઅરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ સાથે જ ફુલ સ્પીડમાં વાંકીચૂકી દોડતી કારે બાઈક સવાર તેમજ અન્ય એક વાહન ચાલકને અડફેટમાં લીધા હતા.

ત્યારબાદ કાર રેલવે કચેરીના ગેટ પાસે પાર્ક વાહનોમાં ઘૂસી જતા પાર્થ થયેલી એક કાર ભટકાઈને દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ સાથે જ અકસ્માત કરનાર કારના ચાલક બેભાન થઈ ઢળી પડ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા કારચાલક તેમજ ઇજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે બનાવો અંગે તપાસ હાથ ધરી છે.