જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કારચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો
Jamnagar Liquor Crime : જામનગરમાં સમર્પણ સર્કલ પાસે સીટી સી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે. 10 ડી.જે. 9699 નંબરની કાર નીકળતાં પોલીસે તેની તલાસી લીધી હતી.
જે તલાશ દરમિયાન કારમાંથી બે નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 4 લાખની કિંમતની કાર અને ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ કારની અંદર બેઠેલા વેપારી સતીષ ભીમજીભાઇ ચીખલીયાની અટકાયત કરી લઇ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.