ગારિયાધાર નજીકથી દારૂની 361 બોટલ સાથે કાર ચાલક ઝડપાયો

- છોટા ઉદેપુરના શખ્સે દારૂ કારમાં ભરી આપ્યો હતો
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ,કાર મળી રૂ. 4.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે,દામનગર-પાંચ ટોબરા રોડે દામનગર તરફથી ગારીયાધાર તરફ એક હ્યુન્ડાઇ આઇ-૨૦ વ્હાઈટ કલરની કાર નં.જીજ.૧૦.બીઆર.૮૬૦૦માં ઇગ્લીશ દારૂ ભરેલો છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે પાંચ ટોબરાથી પીપળવા જવા રસ્તે પુલ પાસે વોચ ગોઠવી ત્યારે ઉક્ત નંબરવાળી કાર પસાર થઈ હતી. જેને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. જેની તલાશી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી ૩૬૧ બોટલ કિં.રૂ.૧,૦૦,૩૦૦ મળી આવી હતી. જેના આધારે ટીમે કારચાલક સંજય નરશીભાઇ સાંખટ (ઉ.વ.૩૧ રહે.જનતા પ્લોટ, કુટીર નિવાસ, મહુવા જી.ભાવનગર)ને વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂ.૪,૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં તેને આ જથ્થો નોનીયા ભીલ (રહે.કવાંટથી આગળ, છોટા ઉદેપુર)એ દારૂ ભરી આપ્યો હોવાની કબૂલાત કરતાં એલસીબી ટીમે બન્ને ઈસમ વિરૂદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.









