Get The App

લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ

બાઈક ચાલકને બચાવવા જતા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
લગ્ન  પ્રસંગમાંથી પરત ઘરે જતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ 1 - image

વડોદરા,હરણી  હનુમાનજી મંદિર પાસે બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ડિવાઇડર પર ચઢી જતા કારમાં જતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

એમ એસ યુનિવસટીના સ્ટાફ ક્વાટરમા રહેતા પરશુભાઈ નારાયણભાઈ સોલંકી (ઉં.વ.૫૬)  તથા અટલાદરાના સત્સંગ કોમ્પલેક્ષમાં રહેતા હેમંતભાઈ હરિશચંદ્ર પ્રજાપતિ  (ઉં.વ.૩૮) એમે.એસ.યુ.માં નોકરી કરે છે. શનિવારે કાર લઇને તેઓ કદવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. આજે સવારે તેઓ પરત ઘરે જતા  હતા.તે દરમિયાન હરણી હનુમાનજી મંદિર પાસે એક બાઈક ચાલકે અચાનક ટર્ન લેતા તેને બચાવવા જતા હેમતભાઈએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં  હેમંતભાઈ અને પરશુભાઈને  ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Tags :