Get The App

બીલીમોરામાં કારે એક્ટિવાને મારી ટક્કર, એકનું મોત, અન્ય યુવક હવામાં 5 ફૂટ ઉછળ્યો

Updated: Nov 20th, 2024

GS TEAM

Google News
Google News
બીલીમોરામાં કારે એક્ટિવાને મારી ટક્કર, એકનું મોત, અન્ય યુવક હવામાં 5 ફૂટ ઉછળ્યો 1 - image


Navsari Accident: રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે નવસારીના બીલીમોરા શહેરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહેલી એક્ટિવા અને કાર વચ્ચે આમને-સામને ટક્કર થતાં એક્ટિવા પર સવાર બે યુવકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડીરાત્રે બીલીમોરાના મોરલી ગામનો યુવક પોતાના મિત્ર સાથે બીલીમોરા શહેરમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પરથી એક્ટિવા લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે ધડાકાભેર ટક્કર થતાં એક્ટિવા પર સવાર બે મિત્રોમાંથી પાછળ બેઠેલો યુવક ફૂટબોલની માફક હવામાં 5 ફૂટ જેટલો ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા ચાલક ધ્રુવ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

ઉલ્લેખનીય છે આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે છે. બે મિત્રો એક્ટિવા પર રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન સામેની તરફથી કાર આવતી જોવા મળે છે. બંને વાહનો સ્પીડમાં જોવા મળે છે. ત્યારબાદ બંને વચ્ચે ભયાનક ટક્કર થાય છે અને એક્ટિવા પાછળ બેઠેલો યુવક હવામાં ફંગોળાઇને 5 ફૂટ જેટલો દૂર જઇને પટકાય છે. જ્યારે એક્ટિવા ચાલક આગળની તરફ પડી જાય છે. અકસ્માત બાદ લોકોની ભારે ભીડ એકઠી થઇ જાય છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. 


Tags :