કાલાવડના ટોડા ગામ પાસે વહેલી સવારે કાર અકસ્માતે પુલ પરથી નીચે ખાબકી : સદભાગ્યે જાનહાની ટળી
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામ પાસે આવેલા એક પુલ પરથી આજે સવારે અકસ્માતે એક કાર નીચે ખબકી હતી અને પાણીમાં ઉંધા માથે પડી હતી.
પરંતુ સદભાગ્યે કારમાં બેઠેલી વ્યક્તિ બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી અને ચમત્કારી બચાવ થયો હતો. કાર ઊંધી પડીને પાણીમાં ડૂબી હતી અને માત્ર ટાયર બહાર દેખાતા હતા.
આ અકસ્માત બાદ આસપાસના વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા, અને દોરડા નાખ્યા હતા. ત્યારબાદ એક જેસીબી મશીનને બોલાવી લઈને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી.