Gujarat

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
જેતપુર-રાપર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. અકસ્માતના બનાવમાં કારમાં સવાર 2 મિત્રોના મોત નીપજ્યા હતા. બંને મૃતક મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી

Car Accident On Jetpur-Rapar Road : જેતપુર-રાપર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. અકસ્માતના બનાવમાં કારમાં સવાર 2 મિત્રોના મોત નીપજ્યા હતા. બંને મૃતક મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી હોવાનું જણાય છે. 

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત

મળતી માહિતી મુજબ, મોરબીના નિલેશ કાનાણી અને ભીખાલાલ દલસાણીયાની કારને જેતપુર-રાપર રોડ પર અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકે કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને નાળામાં ખાબકતા પલટી મારી ગઈ હતી. 

આ પણ વાંચો: ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ

અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢીને તાત્કાલિક જેતપર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં બંને મિત્રોના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.