વડોદરા: મુજ મહુડામાં કૂટણખાનું પકડાયું, 4 કોલ ગર્લ, 3 યુવકો અને દલાલની ધરપકડ
વડોદરા, તા. 16 માર્ચ 2020 સોમવાર
વડોદરાના મુજ મહુડા વિસ્તારના કોમ્પલેક્ષમાં ચાલતું કુટણખાનુ ઝડપાતા પોલીસે નેપાળ અને રાજસ્થાનની ચાર યુવતીઓની અટકાયત કરી ગ્રાહક તરીકે આવેલા ત્રણ યુવકો અને એક દલાલ મળી કુલ ચાર જણાની ધરપકડ કરી છે.
મુજમહુડાના સિલ્વર આર્કેડ કોમ્પલેક્ષના ત્રીજા માળે બે ફ્લેટમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાની વિગતોના પગલે જે.પી.રોડ પોલીસના પી.આઈ અને સ્ટાફે ગઈ રાત્રે છાપો માર્યો હતો. પોલીસે કુટણખાનામાંથી નેપાળ અને રાજસ્થાનની ચાર યુવતીઓને ઝડપી પાડી હતી.
જ્યારે કાર લઈ આવેલા વડોદરાના વડસર ખાતેના ત્રણ યુવકો પણ પકડાઈ ગયા હતા. જેમાં (1) ભાવેશ ગોવિંદભાઈ રાઠો રહે. સરદાર સોસાયટી (2) મેહુલ વિઠ્ઠલભાઇ રાઠોડ રહે.વસંત વિહાર સોસાયટી અને (3) વિશાલ વિષ્ણુભાઈ દવે રહે. મારૂતિ ધામ સોસાયટીનો સમાવેશ થાય છે. પોલીસે (4) કુટણ ખાનાનું સંચાલન કરતાં મહંમદ રજાઉલ ઉર્ફે બબલુ અબ્દુલ કરીમ શેખ રહે.પશ્ચિમ બંગાળની પણ ધરપકડ કરી હતી.
પોલીસે કુટણખાનામાંથી 9 મોબાઇલ, રોકડા રૂ. 15 હજાર, કોન્ડમના 9 પેકેટ અને એક કાર મળી કુલ રૂ. પોણા છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ફલેટમાં રહેતો વિપુલ ગિરી ચતુર ગિરી ગોસ્વામી મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.