Get The App

વડોદરાના ઇન્વેસ્ટર પાસે 1.28 કરોડ ખંખેરી લેનાર ઓનલાઇન ઠગોનું કંબોડિયા કનેક્શન

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના  ઇન્વેસ્ટર  પાસે  1.28  કરોડ ખંખેરી લેનાર ઓનલાઇન ઠગોનું કંબોડિયા કનેક્શન 1 - image

વડોદરાઃ વડોદરાના સિનિયર સિટિઝનને ઇન્વેસ્ટમેન્ટના નામે ફસાવી રૃ.૧.૨૮ કરોડ ટ્રાન્સફર કરાવી લેનાર ગેંગનું કંબોડિયા કનેક્શન હોવાની વિગતો બહાર આવતાં પોલીસ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

વડોદરા રેલવે સ્ટેશન પાછળ રહેતા સિનિયર સિટિઝનને એક જ દિવસ માટે ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ છે તેમ કહી ઓનલાઇન એકાઉન્ટ ખોલાવી રૃ.૪૪ લાખનું રોકાણ કરાવવામાં આવ્યું હતું.આ બેન્ક એકાઉન્ટમાં રૃ.૨ કરોડથી વધુ રકમનું બેલેન્સ દેખાતાં તેમણે રકમ ઉપાડવા માટે પ્રયાસ કર્યો હતો.

પરંતુ રકમ ઉપાડવા માટે જુદાજુદા ટેક્સ ની રકમ ભરવી પડશે તેમ કહી ઠગોએ કુલ રૃ.૧.૨૮ કરોડ ટ્રાન્સફરકરાવી લીધા હતા.આ પૈકી કેટલીક રકમ રાજકોટમાં ખોલેલા બેન્ક ખાતાઓમાં જમા થઇ હતી.જેથી પોલીસે બેન્ક ખાતા ખોલાવનારા ત્રણ યુવકની ધરપકડ કરી હતી.

વડોદરા સાયબર સેલના એસીપી મયૂર સિંહ રાજપૂતના નેજા  હેઠળ તમામ એકાઉન્ટનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.પ્રાથમિક તપાસમાં ઓનલાઇન ઠગો માટે સામાન્ય શ્રમજીવીઓના નામે બેન્ક ખાતા ખોલાવવામાં આવ્યા હોવાની અને ઠગોનું કંબોડિયામાં નેટવર્ક હોવાની વિગતો ખૂલી છે.

ઓનલાઇન ઠગો માત્ર સોશ્યલ મીડિયા મારફતે જ વ્યવહાર કરતા હતા

ઓનલાઇન ઠગો દ્વારા બેન્ક ખાતા ખોલાવાથી માંડીને રૃપિયા ટ્રાન્સફર કરવા માટેની તમામ પ્રક્રિયા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.જેથી પોલીસને સોશ્યલ મીડિયા પરના ડેટા મેળવવા ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી ઠગો સુધી પહોંચતા ખાસ્સો સમય નીકળી જતો હોય છે.વડોદરાના સિનિયર સિટિઝન પાસે રૃ.૧.૨૮ કરોડ પડાવી લેનાર ટોળકી પણ નીચેના એજન્ટો સાથે સૌથી પહેલાં વોટ્સએપ પર સંપર્ક કરતી હોવાની અનેત્યારબાદ ઇન્સ્ટાગ્રામ અને અન્ય એપનો ઉપયોગ કરતા હોવાની પોલીસ તપાસમાં વિગતો ખૂલી છે.

Tags :