ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનની ઘટના: ધો. 11 ની વિદ્યાર્થીનીને મળવા બોલાવી જાહેરમાં છાતી પર હાથ ફેરવી બિભત્સ હરકત
- વિદ્યાર્થીની સ્કૂલના ભૂતપુર્વ જહેરૂદ્દીન ઉર્ફે સાહીદને મળવા ગઇ હતીઃ જહેરૂદ્દીનનો વિરોધ કરતા તેના મિત્ર માજીદ અંસારીએ પણ હાથ પકડી અડપલા કર્યા
સુરત
ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં સ્કૂલ મિત્રને મળવા જનાર પરપ્રાંતિય પરિવારની ધો. 11 માં અભ્યાસ કરતી તરૂણીની જાહેરમાં બિભત્સ હરકત કરી અક્ષોભનીય વર્તન કરનાર બે વિધર્મી મિત્રોને લોકોએ પકડીને મેથીપાક આપી ડીંડોલી પોલીસને હવાલે કર્યા હતા.
લિંબાયત વિસ્તારમાં રહેતા અને રીંગરોડની માર્કેટમાં પેકીંગનું કામ કરતા પરપ્રાંતિય વિવેક (નામ બદલ્યું છે) ગત સાંજે માર્કેટમાં હતો ત્યારે અજાણ્યાનો કોલ આવ્યો હતો કે તમારી દીકરી શાલીની (ઉ.વ. 15 નામ બદલ્યું છે) ને ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં છોકરાઓ હેરાન કરે છે અને અમે તેમને પકડીને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ જઇએ છે, તમે પણ પોલીસ સ્ટેશન આવો. જેથી વિવેક તુરંત જ પોલીસ સ્ટેશન ઘસી ગયો હતો. જયાં વિવેકે ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રી શાલિનીની પૃચ્છા કરતા જણાવ્યું હતું કે પડોશમાં રહેતી ફ્રેન્ડના મોબાઇલ પરથી પોતાની સ્કૂલના ભૂતપર્વ વિદ્યાર્થી જહેરૂદ્દીન ઉર્ફે સાહીદ સૈયદ અહેમદ (ઉ.વ. 19 રહે. રવિશંકર સોસાયટી, ભાઠેના) સાથે વાત કરી હતી. જહેરૂદ્દીન મિત્ર હોવાથી સાંજે 4 વાગ્યે ડીંડોલીની છઠ તળાવ ગાર્ડનમાં મળવાનું અને ત્યાંથી 6 વાગ્યે કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી રહેશે એવું નક્કી કર્યુ હતું. જેથી જહેરૂદ્દીનને મળવા 4 વાગ્યે છઠ તળાવ ગાર્ડનમાં ગઇ હતી.
જયાં તેઓ પતરાના શેડ વાળા બાકડા પર બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે જહેરૂદ્દીને ખભા પર અને છાતી પર હાથ મુકી બિબત્સ હરકત કરી હતી. પરંતુ શાલિનીએ વિરોધ કરતા જહેરૂદ્દીનના મિત્ર માજીદ મુસ્તાક અંસારી (ઉ.વ. 19 રહે. સંજર સોસાયટી, ઉન) એ હાથ પકડી પોતાની તરફ ખેંચી અડપલા કર્યા હતા. આ અરસામાં ગાર્ડનમાં ફરી રહેલા લોકોની નજર પડતા જહેરૂદ્દીન અને માજીદને પકડી મેથીપાક આપી ડીંડોલી પોલીસને હવાલે કર્યા હતા.