Get The App

આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા

સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

રાજ્યમાં તલાટીની પરીક્ષા આગામી 7મી મેના રોજ યોજાશે

Updated: Apr 27th, 2023

GS TEAM

Google News
Google News
આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા 1 - image
Image : pixabay

રાજ્યમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. જો કે જે ઉમેદવારે સંમતિ પત્રક ભર્યા હશે તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી મળશે નહીં.

આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા 2 - image


રાજ્યમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે તલાટી કમ પરીક્ષા માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઉમેદવારો આજે બપોરે 1 વાગ્યા બાદ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ ઓજસ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. ઉમેદવારો આ કોલ લેટર આજથી પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શક્શે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 7મી મેના રોજ લેવાનાર પરીક્ષા માટે 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. 

ગેરરીતિ કરનાર સામે પગલાં ભરાશે

તેમણે પરીક્ષા કેન્દ્રને લઈને કહ્યું હતું કે ઉમેદવારોને નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળે તેની કાળજી રાખવામાં આવશે. હાલ ચર્ચામાં આવેલા ડમી કાંડ મામલે હસમુખ પટેલે કહ્યું કે ભુતકાળમાં બ્લેક લિસ્ટ થયેલી વ્યક્તિ પરીક્ષા આપી શકે નહીં. તેમજ તમામ માહિતીઓ પર નજર રાખી રહ્યા છે. જો કોઈ ગેરરીતિની માહિતી લોકો દ્વારા આપવામાં આવશે તો તેના પર પગલાં ભરીશું. હાલની પરીક્ષાઓમાં કોઈ પણ ગેરરીતિની માહિતી મળી નથી. 

સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી નહીં મળે

પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે ઉમેદવારોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં પરીક્ષા માટે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે. બાકીના ઉમેદવારોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોને 12.30 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે. 

Tags :