જામનગરમાં 8- નેવલ યુનિટ એનસીસીના કેડેટસ દ્વારા 'યુવા આપદા મિત્ર યોજના' હેઠળ આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ સંપન્ન
જામનગરના 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કુલ 91 કેડેટસે 23થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન આયોજિત સાત દિવસનો સઘન આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ વાર્ષિક એનસીસી કેમ્પમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ તાલીમ યુવા આપદા મિત્ર યોજના હેઠળ જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમના સહયોગથી યોજવામાં આવી હતી.
આ સાપ્તાહિક કાર્યક્રમમાં કેડેટ્સને આપત્તિ સમયે અસરકારક કૌશલ્યોથી સજ્જ બનવા જીવન બચાવો તકનીકો જેવીકે ડી.પી.આર., પ્રાથમિક સારવાર અકસ્માત સમયે સંચાલન અને સ્થળાંતર પદ્ધતિઓ, અગ્નિશામક ઉપાયો અને સલામતીના પગલા, શોધ અને બચાવ કામગીરી વગેરેની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને એનસીસીના સંયુક્ત પ્રયાસોથી આ રાષ્ટ્રસેવાનું શિક્ષણ કેડેટ્સ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક જીવનમાં ઉતારવામાં આવ્યું હતું.