Gujarat

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા

By GS TEAM
12 May 20261 min read
ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા

એનસીસી અંતર્ગત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર

3ગર્લ્સ બટાલિયન્સ આર્મી એનસીસી નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓનું સુંદર પ્રદર્શન

ભાવનગર - સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એનસીસી કેડેટ્સમાં હિંમત અને આત્મવિશ્વાસ વિકસાવવા ભાવનગરના ઘોઘા ખાતે પેરા સેલિંગ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ૪૦૦થી વધુ કેડેટ્સ જોડાયા હતાં. શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કેડેટ્સનું અભિવાદન કરાયું હતું.

રાજકોટ ગુ્રપના ૪૦૦ એનસીસી કેડેટ્સ માટેનો ૧૦ દિવસીય પેરાસેલિંગ કેમ્પ હાલમાં ભાવનગર ખાતે ૩ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસીના આયોજન હેઠળ ૬ મેથી ૧૫ મે દરમિયાન યોજાઇ રહ્યો છે. જેમાં મોટાભાગે ગર્લ્સ કેડેટ્સનો સમાવેશ થાય છે. એનસીસી અંતર્ગત સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પ્રથમ વિશાળ પેરાસેલિંગ પહેલ હોવાથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું કે, આ કેમ્પ મેજર જનરલ બિમલ મોંગાની કલ્પના અને દ્રષ્ટિનું પરિણામ છએ. આ કેમ્પથી એનસીસી કેડેટ્સમાં સાહસિક્તા અને નેતૃત્વ ગુણો વધુ મજબુત બનશે તથા ભવિષ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી વધુ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પેરાસિલીંગ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની કેડેટ્સએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ બિરદાવાયા હતાં.