Get The App

કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચોરી

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચોરી 1 - image

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી 12 જેટલી પવનચક્કીમાંથી કોઈ તસ્કરો આશરે 144 મીટર કોપરના અર્થિંગ વાયરની ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે ખાનકી કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ રૂપિયા 86,400 ની કિંમતના કોપરના અર્થિંગ કેબલની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.