ચોરી કરેલા લોખંડનાં ભંગાર અને કેબલ વાયર સાથે એક મહિલા સહીત ૬ ઈસમોને ઝડપાયા
આ બાબતે મળતી માહિતી અનુસાર અંજાર પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કે છળકપટથી મેળવેલા ભંગાર બોલેરો પીકઅપ વાહનમાં ભરી અમુક ઈસમો અંજારનાં ખંભરા થી અંજાર તરફ આવી રહ્યા છે. જે સચોટ બાતમી આધારે અંજાર પોલીસે ખંભરા-નાગલપર ગામના રોડ પર આવેલ શંકર ભગવાનના મંદીર પાસે એક બોલેરો પીકઅપ નં.જીજે ૧૨ એવી ૫૪૨૭ને વાહન ઉભું રખાવી ચેક કરતા વાહનનાં ઠાઠામાં લોખંડનાં ભંગાર સાથે કોપર કેબલનાં વાયરો સાથે ૨૩ વર્ષીય સાજીદ જાનમામદ મોખા (રહે. પૈયા ભૂજ), ૪૬ વર્ષીય મામદ હુશેન ખમીશા મોખા (રહે.ભીડનાડા ભૂજ), ૨૦ વર્ષીય અબ્બાસ ઉર્ફે હનીફ ઉંમર મણડા (રહે. પૈયા ભુજ),
૨૩ વર્ષીય દડુ ડાળુભાઈ પરમાર ૨૫ વર્ષીય બેચર સારાભાઈ પરમાર અને શોભાબેન ઉર્ફે કાલુ મંગલ અશોકભાઈ પરમાર (રહે.ત્રણેય માધાપર ભૂજ)ને ઝડપી પાડયા હતા. જેમાં તેમની પુછપરછ કરતા તેમણે આ કેબલ વાયર અંજારનાં ચંદીયા અને લોહારીયા સીમમાં વાડી વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ.જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


