Get The App

કોતરપુર પ્લાન્ટમાં કેબલ ફોલ્ટ થતાં અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં આજે પાણી ઓછુ મળશે

પશ્ચિમ,મધ્ય ઉપરાંત ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પાણીની ઘટ વર્તાશે

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News

  કોતરપુર પ્લાન્ટમાં કેબલ ફોલ્ટ થતાં  અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં આજે પાણી ઓછુ મળશે 1 - image   

  અમદાવાદ,મંગળવાર,29 એપ્રિલ,2025

અમદાવાદના મોટાભાગના વિસ્તારને પાણી પુરુ પાડતા કોતરપુરના ૬૫૦ એમ.એલ.ડી.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેબલ ફોલ્ટ થતાં આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સવારના સમયે આપવામાં આવતુ પાણી ઓછુ મળશે.પશ્ચિમ,મધ્ય ઉપરાંત ઉત્તર,પૂર્વ અને દક્ષિણઝોનના વિવિધ વોર્ડમાં પાણીની ઘટ વર્તાશે.

કોતરપુર ખાતે આવેલા ૬૫૦ એમ.એલ.ડી.ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બપોરે ૨.૨૫ કલાકના સુમારે કેબલ ફોલ્ટ થયો હતો.જી.ઈ.બી.દ્વારા કેબલ ફોલ્ટ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કામગીરી મોડી રાતના સમયે પુરી કરાઈ હતી.પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,પ્લાન્ટમાં કેબલ ફોલ્ટ થતા રીપેરીંગની કામગીરીને લઈ પંપીંગ છ કલાક માટે બંધ રાખવુ પડયુ હતુ.આ કારણથી આશરે ૧૪૦ એમ.એલ.ડી.પાણી સપ્લાયની ઘટ પડશે.

Tags :