વરણામા પાસે બ્રિજની પાળી સાથે ટ્રક ભટકાતા કેબિન છૂટું પડી ગયું, ડ્રાઇવરનું રેસ્ક્યુ, ફેવિકોલની રેલમ છેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક કરજણ હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ટ્રક બ્રિજની પેરાપીટ સાથે અથડાતા કેબિન છૂટું પડી ગયું હતું અને ફસાયેલા ડ્રાઇવરને કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરા નજીક વરણામાં ગામના બસ સ્ટેન્ડ પાસેથી આજે વહેલી સવારે મહારાષ્ટ્ર થી ફેવિકોલ ભરીને નીકળેલી ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન વરણામા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રક બ્રિજની પાળી સાથે અથડાતા ડ્રાઇવરનું કેબિન છૂટું પડી ગયું હતું અને કેબિન નો કચ્ચરઘાણ નીકળી જતા ડ્રાઇવર મોહમ્મદ શેખ ફસાયો હતો. સારા નસીબે ટ્રક ફસાઈ જતા બ્રિજ નીચે ખાબકતા બચી ગયો હતો.
બીજી તરફ ટ્રકમાં ભરેલા ફેવિકોલના ડબ્બા ફાટ્યા હતા અને રસ્તા પર ફેવિકોલની રેલમછેલ થઈ હતી. જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી અને ટ્રાફિકજામ પણ થયો હતો. ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચતા નાકેદમ આવી ગયો હતો અને કેબિન ના પતરા કાપી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો.









