Gujarat

સીએ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલના કોલેજોના વિદ્યાર્થીઓ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હવે એઆઈનો સમાવેશ

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયામાં વેસ્ટર્ન રિજન જ કોલેજના વિદ્યાર્થીઓને સપ્તર્શી પ્રોજેકટ હેઠળ ટ્રેન, અર્ન એન્ડ લર્ન...થીમ હેઠળ ઈન્ડસ્ટ્રીયલ એકાઉન્ટન્ટ બનવા માટેની તાલીમ આપે છે. અત્યાર સુધીમાં વેસ્ટર્ન રિજનની વિવિધ કોલેજોમાં ભણતા 50000 વિદ્યાર્થીઓ આ પ્રકારની તાલીમ લઈ ચૂકયા છે. હવે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એઆઈનો પણ સમાવેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીએ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલના કોલેજોના વિદ્યાર્થીઓ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હવે એઆઈનો સમાવેશ

Vadodara : ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયામાં વેસ્ટર્ન રિજન જ કોલેજના વિદ્યાર્થીઓને સપ્તર્શી પ્રોજેકટ હેઠળ ટ્રેન, અર્ન એન્ડ લર્ન...થીમ હેઠળ ઈન્ડસ્ટ્રીયલ એકાઉન્ટન્ટ બનવા માટેની તાલીમ આપે છે. અત્યાર સુધીમાં વેસ્ટર્ન રિજનની વિવિધ કોલેજોમાં ભણતા 50000 વિદ્યાર્થીઓ આ પ્રકારની તાલીમ લઈ ચૂકયા છે. હવે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એઆઈનો પણ સમાવેશ કરાયો છે.

 સીએ ઈન્સ્ટિટયૂટની વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલના નવનિયુક્ત ચેરમેન સૌરભ અજમેરા, વાઈસ ચેરમેન રિકિન પટેલ અને અન્ય પદાધિકારીઓએ ગઈકાલે પત્રકાર પરિષદમાં ઉપરોક્ત જાણકારી આપી હતી. સીએના વડોદરા ચેપ્ટર ખાતે તેમના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં સીએને તો એઆઈની તાલીમ અપાઈ જ રહી છે. જેમાં અત્યાર સુધી 50000 સીએ આ કોર્સ પૂરો કરી ચૂકયા છે. સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરા નામનો એઆઈ કોર્સ અભ્યાસક્રમમાં સમાવાયો છે. હવે કોલેજના વિદ્યાર્થીઓ માટે ચલાવાતા ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ વિદ્યાર્થીઓને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડવામાં આવશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરનાર વિદ્યાર્થીઓને સીએ ફર્મમાં ઈન્ટર્નશિપની તક મળે છે.તેમને જીએસટી, આઈટી રિટર્ન ભરવાથી માંડીને અન્ય બાબતો શીખવાડવામાં આવે છે.એ પછી તેઓ ઈન્ડસ્ટ્રીઝમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકે છે.

સીએના ક્ષેત્રમાં એઆઈના કારણે નોકરીઓ ઓછી નહીં થાય

હોદ્દેદારોએ કહ્યું હતું કે, સીએની કામગીરીમાં એઆઈનો વ્યાપક ઉપયોગ થવા માડયો છે પણ તેના કારણે આ ક્ષેત્રમાં નોકરીઓ ઓછી નહીં થાય. કોમ્પ્યુટરનું આગમન થયું ત્યારે પણ આવી જ ધારણાઓ બાંધવામાં આવી હતી અને તે પાછળથી ખોટી પડી હતી.

 તેમણે કહ્યું હતું કે, વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલ દ્વારા સપ્તર્શી પ્રોજેકટ હેઠળ સ્કૂલોમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમ, નાના શહેરોમાં સીએના વિદ્યાર્થીઓ માટે રીડિંગ રૂમ બનાવવાની તથા સ્કૂલોના શિક્ષકોને એકાઉન્ટિંગની તાલીમ આપવાની અને વિદ્યાર્થીઓના કેરિયર કાઉન્સિલિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે.