અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
- કઠલાલ પંથકની યુવતી સાથે
- અઢી વર્ષ સુધી બળાત્કાર : યુવકની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ટ મંજૂર
કઠલાલ : કઠલાલ પંથકની યુવતી સાથે અંગત પળોના વીડિયો- ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
કઠલાલ પંથકના એક ગામની યુવતી પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતી હતી. તેને યુવકે પ્રેમજાળમાં ફરાવી હતી. અઢી વર્ષ સુધી યુવકે યુવતી સાથે પ્રેમસબંધ રાખી વિવિધ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરી ફોટો અને વીડિયો પણ મરજી વિરૂદ્ધ ઉતારી લીધા હતા. બાદમાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. યુવતી ના પાડે તો ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે યુવતીએ કઠલાલ પોલીસ સ્ટેશનમાં કેરુલ રણછોડભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરુલ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.