અમદાવાદ,શુક્રવાર,16 જાન્યુ,2026
વસ્ત્રાલ વોર્ડમાં માઈક્રો ટનલીંગ પધ્ધતિથી રુપિયા ૩૧
કરોડના ખર્ચથી ડ્રેનેજ મેઈન ટ્રન્ક લાઈન નંખાશે.૧૬૦૦ મીમી ડાયાની ડ્રેનેજ ટ્રન્ક
મેઈન લાઈન ૨.૫ કિલોમીટર વિસ્તારમાં નાંખવામા આવશે.કામગીરી પુરી થવાથી ડ્રેનેજ
લાઈનના પાણી બેક મારવાની સમસ્યા ઉકેલાશે તેવો તંત્રે આશાવાદ વ્યકત કર્યો છે.
રીંગ રોડ ઉપર દાસ્તાન સર્કલથી પાંજરા પોળ ચાર રસ્તા સુધી ઔડા દ્વારા મુખ્ય ડ્રેનેજ લાઈન
નાંખવામા આવી હતી.આ ડ્રેનેજ લાઈન પાંજરા પોળ ચાર રસ્તાથી તક્ષશીલા સ્કૂલ રોડ થઈ નીરાંત ક્રોસ રોડ આસપાસના ૪.૧૦ કિલોમીટર
લંબાઈમાં વસ્ત્રાલ વોર્ડના અંદરના રોડ ઉપર મુખ્ય ડ્રેનેજ લાઈન પસાર થાય છે.આ
કારણથી મુખ્ય ટ્રન્ક લાઈનમાં બેકીંગ વધતા વોર્ડના જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજના
પાણી બેક મારવાની સમસ્યા છે.ઔડા દ્વારા નાંખવામા આવેલી લાઈનને પાંજરા પોળ ચાર
રસ્તાથી વસ્ત્રાલ મેટ્રો જંકશનવાળા ચાર રસ્તા થઈ રામોલ ટોલ પ્લાઝા સુધી ટ્રેન્ચલેસ
પધ્ધતિથી ૨.૫ કિલોમીટર લંબાઈમાં ટ્રન્ક મેઈન લાઈન નંખાશે.નિકોલ વોર્ડમાં ડ્રેનેજ
બેક મારવાની સમસ્યાનુ પણ નિવારણ થઈ શકશે.આ કામગીરી માટે ટેન્ડર ઈન્વાઈટ કરવામા
આવ્યુ છે.


